વસંત જોષી : ક્ષિતિકર્ષ
Thursday, January 7, 2016
• કાળો ડુંગર -૧
આ ટોચ પર આવી ઊભા
આગળ પથરાયું
ચાંદનીનું અફાટ રણ
મીઠાની ખારાશ
આંગળીઓ ચાખે
પવન શાંત
શિયાળ જમે
ઉનાળે ડમરી
શિયાળે ટાઢ
રાત દિવસ
ઝંઝાવાત
અડીખમ
રણમાં
ઊભો
ડુંગર
કાળો
• જખ બોંતેરા
સામટા હણહણે છે
બોંતેર અશ્વો
મારી આસપાસ
ઘરઘરાટમાં ઊડે છે
થાકેલા અશ્વોના ફીણગોટા
કેટલું અંતર કાપીને આવ્યાં હશે ?
ધવલ
ફ્લેમિન્ગો જેવાં
જાણે દેવતાઈ દૂત
તીરકામઠાને બદલે બંદૂકો હશે
તેના ખભે
અટક્યા અહીં
ખબર નથી આગળ જવાની
ટેકરી ચડ્યાં પછી ઊતરાતું નથી
શ્રધ્ધામાં કેદ
ગોઠવાઈ ગયા છે
હારબંધ
થાકેલા
ધવલ
બોંતેરા
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)