Monday, August 18, 2014

જંગલ-૨

જંગલમાં રાત
બધે જ થાય અસ્ત
એમ જ અહિયાં
પણ થોડો વહેલો
અંધારે સુતેલું જંગલ
જોવાની ય એક રીત
લીલાં ઘાંસની ગંધ
તેમાં ઉમેરાય ભેજ
એની ય મજા
ઢોળાવ ઉતરતા
હારબંધ વૃક્ષો
જેમ સરહદ પર સૈનિકો
તમરાંનો ત્રમત્રમાટ
કોશીયાના ડહૂકા
અવાવરું હવડ વાસ
તમરાં કાનમાં
ટમટમીયું આંખમાં
ચાદર લપેટી
જંગલની રમણીય રાતમાં

રમણ જંગલની રાતમાં

જંગલ-૧

જંગલમાં
પ્રવેશ અનિવાર્ય
ટોચ પર
લીલું ચરિયાણ
સાગ ટેકે
અફાટ આકાશ
ગોરંભાય
તૂટી પડે
તડકે છાંયે
ગમે ત્યારે વરસે
ભેજભરી ગંધ
ત્વચા પર
દિવસો સુધી રહે
ખખડે છાતીમાં.
વળાંક પર
પથ્થરો કરાળ
ઢાંકેલો સૂરજ
આથમે પેલી પાર
નીરવ અંધકારે
પડ્યું રહે
એકલું

જંગલ