જંગલમાં
રાત
બધે જ
થાય અસ્ત
એમ જ
અહિયાં
પણ થોડો
વહેલો
અંધારે
સુતેલું જંગલ
જોવાની
ય એક રીત
લીલાં
ઘાંસની ગંધ
તેમાં
ઉમેરાય ભેજ
એની ય
મજા
ઢોળાવ
ઉતરતા
હારબંધ
વૃક્ષો
જેમ
સરહદ પર સૈનિકો
તમરાંનો
ત્રમત્રમાટ
કોશીયાના
ડહૂકા
અવાવરું
હવડ વાસ
તમરાં
કાનમાં
ટમટમીયું
આંખમાં
ચાદર
લપેટી
જંગલની
રમણીય રાતમાં
રમણ
જંગલની રાતમાં
No comments:
Post a Comment