જંગલમાં
પ્રવેશ
અનિવાર્ય
ટોચ પર
લીલું
ચરિયાણ
સાગ
ટેકે
અફાટ
આકાશ
ગોરંભાય
તૂટી
પડે
તડકે
છાંયે
ગમે
ત્યારે વરસે
ભેજભરી
ગંધ
ત્વચા
પર
દિવસો
સુધી રહે
ખખડે
છાતીમાં.
વળાંક
પર
પથ્થરો
કરાળ
ઢાંકેલો
સૂરજ
આથમે
પેલી પાર
નીરવ
અંધકારે
પડ્યું
રહે
એકલું
જંગલ
No comments:
Post a Comment