●
81માં
વર્ષે સિતાંશુ સરને
આજ
એક્યાસીમે યાદ આવો છો એક્તાલીસના
લગભગ
એટલીજ વય હશે
તમને
પહેલ વહેલા જોયેલા
સી.સી.
સભાગૃહમાં પરિષદની વિવેચન બેઠકમાં તમે ઊભા થયા હતા
કાળી
દાઢી, ઝગારા મારતું કપાળ, ગૌર વર્ણ અને લાલ કલરનું ટી-શર્ટ
કૈં
સમજ નહોતી પડતી સાહિત્ય વિવેચનમાં, પણ તમારી વાણી મને ઊઠવા દેતી નહોતી.
પછી
તો વિશ્વામિત્રીની સખી સંગાથે પગથિયાં ચડતાં-ઊતરતાં એ કેમ્પસમાં,
અંગ્રેજીમાં
તમારી ગુજરાતી કવિતા સાંભળી ચર્ચા કરવાનું મન થયું
પણ
એ ચર્ચા નહિ સંવાદ રચાયો હતો, આપણો પોતીકો, સાવ અંગત,
કરુણાસભર
આંખમાંથી વરસતો સ્નેહ, વાણીની મૃદુતા
વાત્સલ્યસભર.
તમારી
સાથે કેટલીય વાર વિશ્વામિત્રીની સખી પાર કરી છે.
તમે
પીઠની પીડા ભૂલીને એલિયટ, કાફકા, હોમર, દોસ્તોએવ્સ્કી, આયોનેસ્કો અને પેરિસના રંગમંચનું
અફાટ
આકાશ
ખોલી
આપેલું અને ગરમ ગરમ ચાની ચૂસકીઓ સાથે કાલિદાસ, ભવભૂતિ, ભાસ અને ભરત
કવિતાનું
શાસ્ત્ર કેટલી રમણીયતા સાથે, સરળતાથી સમજાવ્યું
તે
અમેય પછીથી બરાબર ઓળખી ગયેલા એ હલેસાને જે ઓડિસ્યૂસે દરિયાથી દૂર
આ
ભૂમિમાં રોપેલું તે.
સર
કહે તે રિયાલિટી એ શબ્દને સમજતાં સમજતાં કાવ્ય કેડિયે ડગ માંડ્યાં
તમારી
અ-છાંદસ કવિતાના આસને બેસીને સાંભળેલા ઇતિહાસબોધ અને અમારી વારસાઈ
કવિતાઓમાંથી
નવી નવી રમતો કરતાં કરતાં આદરી અમેય એક લડત.
આસપાસની
થીજાવી દે તેવી ટાઢને પડકારતાં રહીને દૂર ગવાતાં ગીત સાંભળતાં સાંભળતાં
અમારી
ધજાને ક્યારેય ધોળી થવા નથી દીધી.
તમારું
વાત્સલ્ય ને પકા-અંજનીબહેનની મમતા ને વિપાશાની પાંસળીથી
ચમેલી
બાગ મઘમઘતો માણ્યો છે.
તમે
જ અમને લીલાછમ-અંધારભર્યા વનના છેડા પાર ઉડ્ડયન કરાવ્યું છે.
મને
ગમે છે તમારી ભાષા
મંગલ
મહુડી જતી એસટીના ટેમ અને મગનના ગાજર….
કેવો
હેતાળ અને માએ ગયેલા હાલરડાંનો એ લય અને શબ્દનો ધ્વનિ
સાવ
સાચુકલી કેવળ માણસની ભાષા.
કવિતાના
તળિયે કાળું હળ હાંકીને આવડ્યું છે એ પાણીને પારખતાં.
તમે
તો કેવા વિશ્વામિત્રીના પ્રેમમાં પડી ગયા ?
એનાં
વળાંકો અને વહેણ ઝેર પીતાં પીતાંય વહે છે
કેવળ
તમારા સહારે.
આજે
તો વખાર ખોલું છું તો એ જ હાથ લાગે છે
ગંધાતું
સડેલું અને હવડ, ચોપાસ ફેલાઈ ગયું છે ને,
સાયેબ
હવે તો કોઈને ફરિયાદ પણ કરી શકાય તેમ નથી ને જાતે જ સમાધાનો કેળવવાં પડે છે.
પણ
હજુ ય આશા છે કે પથ્થરો તળે કેવળ પાણી જ નહિ હીરા પણ હશે.
અને
સરસ્વતી મયૂર પરથી ઊતરશે જરૂર.
અત્યારે
તો હું પણ આજના પ્રલયગ્રસ્ત પ્રવાહમાં
છાપરે
બેઠાં બેઠાં વાણી અને પાણીને જોઈ રહ્યો છું
તમારી
એ કાળી દાઢી હવે તો સફેદ થઇ ગઈ છે
જે
વેદકાલીન ઋષિ જેવી લાગે છે તો ક્યારેક
અમેરિકાના
એરપોર્ટ પર થોડી વાર એક અલગ ઓરડામાં પણ બેસાડી રાખે છે.
પણ
સાચ્ચે જ તમારી એ છબી હજુ ય એવી જ છે એક્તાલીસની.
સર
આજે તો શું લખું ?
માત્ર
આટલું જ
કહેવા
કલામ ઉપાડી છે કે
અહીં
અમે બર્થ દે કેક કાપીને ઉજાણી કરીએ છીએ
ને
તમે ત્યાં એનો સ્વાદ અનુભવજો.
(કવિ
સિતાંશુ યશશ્ચન્દ્ર માટે 81માં જન્મ દિવસે)
19-08-2021