●
પૂત્રને
દરેક
સંતાનને મન એક હીરો હોય છે
એમ
હું ય તારો
અને
હવે તો તું ય બની ગયો છે હીરો.
પિતાના
ખભે બેસી જોયેલી દુનિયા
હવે
તારે ય બતાવવી પડશે.
કંઈ
કેટલાંય ઝંઝાવાત સામે લડ્યો છે
પા
પા પગલી મંડાવતાં
કે
સાયકલ શીખવતા પપ્પા પર કેટલો વિશ્વાસ !
પડવા
તો શું ઠોકર પણ નહિ લાગવા દે
સડસડાટ
પગથિયાં ઉતરી
આંખમાં
આંખમાં મેળવી
મિત્ર
હોવાનો એહસાસ કરાવ્યો તે હજુ ય
મારી
આંખ સામે તરવરે છે.
પછી
એ જ પગથિયાં ચડતાં હાર્યો કે હાંફ્યો નહિ
તારા
દરેક ઉડાનની ભોંય બનેલા મારા આ હાથ
આજે
ય તૈયાર જ છે તારી નવી ઉડાન માટે.
કેવળ
એક પ્રયાસ અને આ આવ્યું તારી સમીપે
જે
મારા ખભા પર બેસી
તે
જોયેલું સ્વપ્ન, દૂર સુધીનું
અને
તું ઓળંગી ગયો એ પહાડ
અને
હવે મારા ખભે મૂકે એવો બલિષ્ટ, સમજું
જરીક,
નીરાંતવાં થોડો વિસામો લઇ
નીકળી
પડ એ દુર્ગમ રસ્તે
તારા
પોતાના હાથના ભરોસે
જો
કે થોડીક તકલીફો વાળો હશે
પણ
તું તો ઓળંગી શકે એવો
તારા
કૌવતભર્યા બાવડાના જોરે
કુનેહથી
તાળા ખોલવાની તારી તરકીબ
સુવાંગ
તારી માલિકીની છે તે હું જાણું છું.
તો,
વધ
આગળ
એ
પહાડોને ઓળખીને ઓળંગી જા,
રિહાનનો
હીરો તે તું જ
હા
વળી તું જ તો.
No comments:
Post a Comment