Tuesday, July 26, 2016

ભીંત

ભીંત ખખડાવાનો એક પડકાર હોય છે
અડગ ભીંતના પોપડાં બોદા છે કે નહિ
તેની ય પ્રતીતિ થાય
એવું ય બની શકે કે
હાથની કે હયાતીની કસોટી કરાવે ભીંત
એમ સહેલી નથી
ભીંત ખખડાવવી
પોપડાં બોદા હોય તો
તિરાડ પણ મળી આવે ભીંતમાં
ભીંતમાં તિરાડ એટલે ભાગી છૂટવું
ભીંતને ભાંગીને મુક્ત થવું
ભીંતમાંથી
પોપડાંમાંથી
તિરાડમાંથી
ખખડાટમાંથી
ને
પોતાની જ ભીંતમાંથી