હા !
તે જ કહ્યું
વહેતાં જળ થંભ્યા
ચાવ્યા વિના જ ગલી જતાં
ચણને ચાંચમાં પકડી
સૂનમૂન આકાશ તાકી રહ્યાં
હળું પવને ઝૂલતાં પર્ણો
એમ જ નથી ખરી પડ્યાં
નક્કી એક ઈંગિત !
નિસ્તેજ ચંદ્રને
વાદળ વચ્ચે છુપાવું
ઉચિત લાગ્યું હશે
ગાઢ અંધકારમાં
ઉંચો થયેલો હાથ
અંધાધૂંધ ટ્રાફિકને
અટકાવી દેતો
આખરે કયા આદેશથી ?
મૂગા તમરાની જેમ
ભેજવાળી માટીના દરમાં
ચૂપચાપ ઊતરી જતાં
અવાજને
એવો તો ચૂપ કર્યો
નક્કી, કહ્યું જ હશે
તે
કદાચ