ચીત્કારે પથ્થરો
ખખડે ત્રીકમનું પાનું
ઊચકે માથું
ઠરી જતો અગ્નિ
શેકાયા વિનાનું તાજું
તંદુરસ્ત ઉકલે
ઢળી ગયેલું મૌન
તગતગતી આંખ
ખખડધજ ટીગાટા વડીલો
સપના જેવાં કોરાંકટ
બે હાથના અંતર વચ્ચે
મચકોડાતું
પંપાળી તરડાઈ ગયેલી
આંગળીઓના વેઢા
આડી અવળી હસ્તરેખા
ઉકલતી સીધી ત્રાસી
વેરાયા ક્યાં સપના ?
કેમ ઢોળાય જતું
આંખમાંથી નીતર્યું ?
ખખડે ત્રીકમનું પાનું
ઊચકે માથું
ઠરી જતો અગ્નિ
શેકાયા વિનાનું તાજું
તંદુરસ્ત ઉકલે
ઢળી ગયેલું મૌન
તગતગતી આંખ
ખખડધજ ટીગાટા વડીલો
સપના જેવાં કોરાંકટ
બે હાથના અંતર વચ્ચે
મચકોડાતું
પંપાળી તરડાઈ ગયેલી
આંગળીઓના વેઢા
આડી અવળી હસ્તરેખા
ઉકલતી સીધી ત્રાસી
વેરાયા ક્યાં સપના ?
કેમ ઢોળાય જતું
આંખમાંથી નીતર્યું ?
No comments:
Post a Comment