Monday, November 21, 2011

જખ બોતેરા

સામટા હણહણે છે
બોંતેર અશ્વો
મારી આસપાસ
ઘરઘરાટમાં ઊડે છે
થાકેલા અશ્વોના ફીણગોટા
કેટલું અંતર કાપીને આવ્યા હશે ?
ધવલ
ફ્લેમિંગો જેવા
જાણે દેવતાઈ દૂત
તીર કામઠાને બદલે બંદૂકો હશે
તેને ખભે
અટક્યા અહીં
ખબર નથી આગળ જવાની
ટેકરી ચડ્યાં પછી ઊતરાતું નથી
શ્રદ્ધામાં કેદ
ગોઠવાઈ ગયા છે
હારબંધ
થાકેલા
ધવલ
બોંતેરા

No comments: