અવાજ ઘેરો
હરફર થઇ ઊચકાય
ખડકાય પહાડના ઢગ
પીંડીના કળતરમાં
ડૂબે આખ્ખે આખું
ઠુંન્ગરાતું ડૂસકું
રુંવે રુંવે ફેલાય તેજ લીસોટો
વનલતાની કૂણી કૂણી સેજ
આસપાસ પથરાય નદી કાયા
પવન પાતાળ થઇ રમતો
જિહ્વાગ્રે જન્મે તરંગ કાફી
ચલમ ધૂણે ધુમાડે
તકિયા નીચે કાન લાલઘૂમ
તરણાં જેવા વાળ કાન પર
હરફર થઇ ઊચકાય
ખડકાય પહાડના ઢગ વચ્ચે
આખ્ખે આખો
અવાજ ઘેરો
હરફર થઇ ઊચકાય
ખડકાય પહાડના ઢગ
પીંડીના કળતરમાં
ડૂબે આખ્ખે આખું
ઠુંન્ગરાતું ડૂસકું
રુંવે રુંવે ફેલાય તેજ લીસોટો
વનલતાની કૂણી કૂણી સેજ
આસપાસ પથરાય નદી કાયા
પવન પાતાળ થઇ રમતો
જિહ્વાગ્રે જન્મે તરંગ કાફી
ચલમ ધૂણે ધુમાડે
તકિયા નીચે કાન લાલઘૂમ
તરણાં જેવા વાળ કાન પર
હરફર થઇ ઊચકાય
ખડકાય પહાડના ઢગ વચ્ચે
આખ્ખે આખો
અવાજ ઘેરો
No comments:
Post a Comment