ઊપરથી નીચે પછડાવું
ઊંડી ખીણમાં વહેવું
સમથળ થવાનું ય ગમે
જંગલ મારું ઘર
રોજ સવારે નિકળી પડું
તુરા બોર ,ખાટા કરમદા ચાખું
મઘ મઘ મહુડાં સૂંઘુ અને મારામાં ઝબોળું
એકલી નથી હું
બાજુની ટેકરી પરથી
બહેનપણી આવે
રમવા સાતતાળી
ઠાવકી છટકી જાય
આપી હાથતાળી
ચોમાસે પૂરપાટ દોડવું ગમે
ડાળા, ઝાંખરા , મસમોટાં ઝાડ
બધાંય સાથે આવે
રાત દિવસ અનરાધારે
વરસતું હોય જંગલ
ને હું દોડતી રહું
જંગલની આરપાર .
No comments:
Post a Comment