આંખમાં ચમકારો થાય છે
ઘેરી વળે છે અંધકાર
અધ બીડેલાં પોપચાં
પાંપણમાં પોયણી
હલ્યાં કરે ભવાં
ઉપર તળે
ચકળવકળ ઊડાઊડ કરતી કીકીઓ
અંધારે આથડે
સ્થિર દીવાની જ્યોત
ટપકતું પાણી
પટપટતી પાંપણ
અંધકાર ચીરતી
ઓગળે
પરિચય પ્રગટે ટેરવે
આંખના ઝુમ્મરો ઝૂલતાં
જ્યોતને ઝીલતાં
અંધકાર ઓળંગતાં
સ્તબ્ધતાથી જોયા કરે
એક પછી એક પ્રગટતા
ચમકારને.
*****************
No comments:
Post a Comment