Monday, November 21, 2011

અવાજ

અવાજ અવાજ અવાજ 
તોતિંગ લાકડાંની તિરાડમાં 
જડબેસલાક 
શેરીમાં રખડતો 
કરચો ઊડે
કરવતના ખરતા વેરમાં
ચપટીમાં ચોળી અબઘડી ડૂબાડું
ભરેલા નાળિયેરમાં
કાચલીના પાણીમાં
બૂડબૂડાતો અવાજ
ચાંચમાં ઝીલાઈને
પડઘાય નાટ્યગૃહમાં
કુછ કુછ ખખડતા
ખોબામાં પાંચ પાંચીકા
છબ્બો લઇ
આભ લાગી ફંગોળતાં
ગોટમ્ગોટા ઊડે
અવાજનો રણકો
ડીંગડોન્ગ અથડાય દિવાલે
ચીલો
ચિતરાય ડમ્મરિયા રસ્તે
ખીલો વધસ્થંભે સ્થિર
કડીન્ગ ખટ
પંચોતેર પોઈન્ટ પાંચની બપોર
ટ્રેનની ઘરઘરાટીમાં
વહી જાય
ટોળું
સાચ્ચે જ
તોતિંગ લાકડાંની ફાડમાં
કિચ કિચ
કિચૂડાતો
અવાજ

No comments: