ભીની રેતમાં
પગલાં પાડું
મોજાંઓ ફરી
વળે
ફરી પગલાં
રચાય અવનવી
આકૃતિઓ
ઉર્વશી, મેનકા,
રંભા
મોજાંઓ ફરી
વળે
જાંઘ પરથી સરકતું
પાણી
સેળભેળ કરી
નાખે
ઉર્વશી, મેનકા,
રંભાને
ઊછળતા પાણી
સામે
મથે નાના બાળકો
તણાતું ઘર,
દેરી બચાવવા
જાંઘ પરનું
સરકતું પાણી
ઘૂસી જાય ઘરમાં
તૂટી જાય દેરી
ફરી એજ મથામણ
નવા ઘાટ ઘડવાની
અનાવૃત અપ્સરાને
જોયા કરે આંખો
ફરી વળે પાણી
પડળમાં
બદલાય કલેવર
દૂર સૂર્ય ડૂબે
ભીનાં પગલાં
ફરી ફરી
આકૃતિમાં શોધે
પડળના પાણી
રંભાને
No comments:
Post a Comment